અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સના પોલીસ વેરિફિકેશન મામલે વિરોધ પ્રદર્શન બાદ યુનિવર્સિટી તંત્ર સફાળું જાગ્યું છે. NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા) દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ અને રજૂઆતોને પગલે કેમ્પસમાં ફરજ બજાવતા તમામ સિક્યુરિટી ગાર્ડ્સનું સત્તાવાર રીતે પોલીસ વેરિફિકેશન કરાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી દેવામાં આવી છે.
પેન્થર એજન્સીના ગાર્ડ્સની તપાસ
આ પ્રક્રિયાના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા પૂરી પાડતી પેન્થર એજન્સીના 22 સિક્યુરિટી ગાર્ડ્સનું સફળતાપૂર્વક પોલીસ વેરિફિકેશન કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, અન્ય 9 સિક્યુરિટી ગાર્ડ્સના જરૂરી દસ્તાવેજો અને વિગતો પણ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરી દેવામાં આવી છે.
