PM નરેન્દ્ર મોદી 25 અને 26 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે, ત્યારે અમદાવાદના નિકોલમાં પીએમ મોદી રોડ શો કરશે અને ત્યારબાદ સભા પણ યોજશે, ત્યારે પીએમના સ્વાગત માટે અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ છે, અમદાવાદના રસ્તાઓ દુલ્હનની જેમ સજાવાયા છે, નિકોલમાં PM મોદી દોઢ કિમીનો રોડ શો કરશે અને તિરંગા, સિંદૂરના હોર્ડિંગસ સહિત બેનરો પણ નિકોલમાં લગાવવામાં આવ્યા છે.


[[$googlead]]

PM નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત આવશે

પીએમ મોદી આવતીકાલે સાંજે અમદાવાદ આવશે જેમાં તેઓ સાંજે 5.45 કલાકે અમદાવાદ આવશે, અમદાવાદ એરપોર્ટથી નિકોલ સભા સ્થળે જશે, હરિદર્શન ચાર રસ્તાથી દોઢ કિમીનો રોડ શો યોજાશે, સાંજે 6 થી 7 દરમિયાન નિકોલ સભામાં ઉપસ્થિત રહેશે, નિકોલમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે અને નિકોલની સભા બાદ PM મોદી રાજભવન જશે. તો બીજા દિવસે એટલે કે 26 ઓગસ્ટના રોજ સવારે 9.50 કલાકે પીએમ હાંસલપુર જવા રવાના થશે અને સુઝુકીના બેટરી પ્લાન્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ બપોરના 12.45 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

[[$alsoread]]

25 ઓગસ્ટે PM નરેન્દ્ર મોદી નિકોલમાં જાહેરસભા યોજશે

25 ઓગસ્ટે PM નરેન્દ્ર મોદી નિકોલમાં જાહેરસભા યોજશે જેમાં જાહેરસભાને લઇ કેટલાક માર્ગને ડાયવર્ટ કરાયા છે અને પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે, PMની જાહેરસભાને લઇ કેટલાક માર્ગો રહેશે બંધ જેમાં MS સ્કૂલ ચાર રસ્તાથી ભક્તિ સર્કલ સુધીનો માર્ગ બંધ, ભક્તિ સર્કલથી હરીદર્શન ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ, ઓમકાર પ્લાઝાથી દેવસ્ય સ્કૂલ ચાર રસ્તા સુધી માર્ગ બંધ, સામાન્ય વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો છે, MS સ્કૂલ ચાર રસ્તાથી દાસ્તાન સર્કલ સુધીનો માર્ગ ચાલુ રહેશે અને દાસ્તાન સર્કલથી શુકન ચાર રસ્તા સુધીનો માર્ગ ચાલુ રહેશે તેવી માહિતી સામે આવી છે.

1500 કરોડથી વધુના ખર્ચે સિક્સલેન રોડની કામગીરીનું ખાતમુહૂર્ત

અમદાવાદના શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજલાઈન નાખવાના 110 કરોડનાં કામ, ચાંદખેડા અને નારણપુરામાં 50 કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત થશે. ઔડા દ્વારા 1,500 કરોડથી વધુના ખર્ચે ઔડાના રોડને સિક્સલેન બનાવવામાં આવશે, જેની કામગીરીનું ખાતમુહૂર્ત કરશે.


  • Follow us on: