અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી હત્યાનો કેસ જેમાં સ્કૂલને DEO દ્વારા વધુ એક નોટિસ ફટકારવામાં આવી છે, શાળાની માન્યતાના ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે, આજે સવારે 11 વાગ્યા સુધી ડોક્યુમેન્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે, શાળા, બિલ્ડિંગની NOC સહિત દસ્તાવેજ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે અને સ્કૂલ કેમ્પસમાં ચાલતી કોલેજના ડોક્યુમેન્ટ રજૂ કરવા સૂચના પણ આપવામાં આવી છે.
સેવન્થ ડે સ્કૂલ પાસે PTRની નકલ, મંજૂરી સહિત 16 પ્રકારની વિગતો DEOએ માગી
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ ડીઈઓએ સ્કૂલ પાસે ખુલાસો માગ્યા બાદ NOC રદ કરવાની પણ નોટિસ ફટકારી હતી, જેનો મેનેજમેન્ટે હજુ સિધી ખુલાસો કરવાની તસદી લીધી નથી. બીજી તરફ સ્કૂલમાં અન્ય ગેરરીતિ ચાલતી હોવાની પણ ફરિયાદો ઊઠતા PTRની નકલ, સ્કૂલની મંજુરી સહિતની 16 પ્રકારની વિગતો માગતી DEOએ ફરી નોટિસ આપી છે.
સ્કૂલની અન્ય ગેરરીતિઓ માટે નોટિસ ફટકારાઈ
પ્રમાણિત નકલ, વર્ગ વધારા મેળવેલા હોય તેની પ્રમાણિત નકલ, બોર્ડની NOC, શાળાનું બીયુ અને રજા ચિઠ્ઠી, શાળાના મકાન અને મેદાનની માલિકી-ભાડા કરારની નકલ, બિલ્ડિંગનો માન્ય નકશો, શાળાનું ટ્રસ્ટ ડીડ, શાળાના PTRની નકલ. ICSE બોર્ડના જોડાણની નકલ, ફાયર NOC ધોરણ, વર્ગી મુજબ વિદ્યાર્થી સંખ્યા, શિક્ષકોની લાયકાત સાથેની યાદી-શિક્ષકોના પગારની વિગતો એકાઉન્ટ નંબર સાથે, શાળા કેમ્પસમાં કાર્યરત કોલેજની માન્યતાના આધારો, કોલેજની માન્યતા માટે ગુજરાત બોર્ડ તેમજ ICSE પાસેથી મેળવેલ NOC, કેમ્પસમાં ચાલતી કોલેજની પણ વિગતો માગવામાં આવી છે.
વાલીઓની માગ છે કે કોર્પોરેશન પણ આ સ્કૂલ સામે પગલા ભરે
ખોખરાની સેવન્થ ડે સ્કૂલની જમીનનો ભાડા કરાર ત્વરિત દૂર કરવા વાલીઓએ મ્યુનિ. કમિશનર સમક્ષ માગ કરી છે. ગુરુવારે મ્યુનિ. કોર્પોરેશનમાં આવેદનપત્ર આપી ગેરકાયદે બાંધકામ દૂર કરવા આક્રોશ ઠાલવ્યો હતો. રજૂઆતો સાંભળી વાલીઓને પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ તરફથી તપાસનું રટણ કરીને માત્ર ખાતરી અપાઈ હતી. હવે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાય છેકે, નહીં? તેના પર સૌની નજર છે. સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની અન્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી હત્યાની બહુચર્ચિત ઘટનાને લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.









