અમદાવાદના એસવીપી હોસ્પિટલમાં લાગેલી આગ કાબુમાં આવી છે, લોન્ડ્રી વિભાગમાં આ આગ લાગી હતી અને આગ લાગવાનું કારણ અકબંધ છે, ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી, કોઈ પણ દર્દીને હોસ્પિટલમાંથી ખસેડવામાં આવ્યા નથી અને આગ પર કાબૂ મેળવતા દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો.
અમદાવાદની SVP હોસ્પિટલમાં લાગેલી આગ કાબૂમાં
સવારે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે એસવીપી હોસ્પિટલમાં આગ લાગી છે અને કોલ મળતાની સાથે જ નવરંગપુરા ફાયર વિભાગની 3 ગાડીઓ અને ફાયર ઓફિસરો ઘટના સ્થળે પહોંચ્યા હતા, લોન્ડ્રી વિભાગની પાસે ઈલેકટ્રીક ડક લાઈન પસાર થતી હતી અને તેમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે, ફાયર વિભાગનું અનુમાન છે કે, શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોઈ શકે છે, મહત્વનું છે કે આગ પ્રસરે તે પહેલા કાબૂમાં આવી ગઈ હતી અને ફાયર વિભાગને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગઈકાલે અમદાવાદના પાલડી વિસ્તારમાં હોસ્પિટલમાં લાગી હતી આગ
પાલડી ચાર રસ્તા પાસે આવેલ વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલના કન્સલ્ટિંગ રૂમમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જ્યારે આગના ધૂમાડા કોમ્પલેક્ષસમાં ફેલાતા સ્થાનિકો અને હોસ્પિટલના સ્ટાફે 8 બાળકો સહિત કુલ 16લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડયા હતા. પાલડી ચાર રસ્તા નજીક વૃંદાવન ચિલ્ડ્રન હોસ્પિટલના કન્સલ્ટિંગા રૂમમાં રવિવારે બપોરે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. જ્યારે રૂમમાં સેનેટાઈઝર સહિતની વસ્તુઓ પડી હોવાથી આગ ઝડપથી સમગ્ર રૂમમાં પ્રસરી હતી.









