અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ સામે સેશન્સ કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં તથ્ય પટેલ સામે બે સાક્ષીઓએ જુબાની આપી હતી. આગામી સુનાવણીમાં અકસ્માતના પીડિતો અને પરિજનો દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવશે. ટ્રાયલ કોર્ટે ઝડપથી ચાર્જ ફ્રેમ પ્રક્રિયા પૂર્ણ કરી છે.
તથ્ય પટેલ સામે બે સાક્ષીઓએ આપી જુબાની
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માત કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલની મુશ્કેલીઓમાં હવે વધારો થયો છે.સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદની સેશન્સ કોર્ટમાં આ કેસની નિયમિત સુનાવણીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.સર્વોચ્ચ અદાલતના કડક નિર્દેશને પગલે તથ્ય પટેલ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે કોર્ટમા બે સાક્ષીઓએ તથ્ય સામે જુબાની આપી હતી.













