અમદાવાદમાં અવાર નવાર અનેક રેસ્ટોરન્ટમાંથી જીવાત નીકળવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે વધુ એક નિકોલ વિસ્તારની ઘટના સામે આવી છે. જીવાત નીકળવાના બનાવોમાં ખૂબ વધારો જોવા મળે છે છતાં તંત્ર દ્વારા કોઈ તપાસ હાથ ધરવામાં આવતી નથી.


[[$googlead]]

ડુંગળીમાંથી નીકળી જીવાત

મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં આવેલી મારીગોલ્ડ નામની એક રેસ્ટોરન્ટમાંથી ખાવાની ડુંગળીમાં જીવાત હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ડુંગળીમાં રહેલી જીવાત સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ગ્રાહકે રેસ્ટોરન્ટમાં જમવાનો ઓર્ડર આપ્યો હતો. જમતી વખતે, પીરસવામાં આવેલી ડુંગળીમાં જીવાત હોવાનું માલુમ પડતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. ગ્રાહકે આ અંગે રેસ્ટોરન્ટ મેનેજરને ફરિયાદ કરતા, મેનેજરે ઉકેલ લાવવાને બદલે દાદાગીરી કરવાનું શરૂ કર્યું હતું.

[[$alsoread]]

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

આ સમગ્ર ઘટનાનો વીડિયો ગ્રાહકે પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. આ વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી ઘટનાઓ રેસ્ટોરન્ટની સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ અંગે સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

  • Follow us on: