અમદાવાદ શહેર કોંગ્રેસમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં નેતાઓ વચ્ચેનો આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલા એક જમણવાર અને સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન જમાલપુરના ધારાસભ્ય અને મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે તીખી બોલાચાલી અને તકરાર થઈ હતી. જે પ્રસંગે નેતાઓ એકઠા થયા હતા, ત્યાં જ જાહેરમાં ઘર્ષણ થતાં ભારે ચર્ચા જાગી છે.

'મહિલા કોર્પોરેટર જીત્યા છે તો ફિલ્ડમાં મોકલો' બાબતે અકળાયા વસીમ ઠાકોર

મળતી માહિતી મુજબ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ મહિલા કોર્પોરેટર નાઝનીન ઠાકોરની સક્રિયતા અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "મહિલા કોર્પોરેટર જીત્યા છે તો તેમને ફિલ્ડમાં મોકલો." ધારાસભ્યના આ નિવેદનથી નાઝનીન ઠાકોરના પતિ વસીમ ઠાકોર ભારે અકળાઈ ગયા હતા. વાત એટલી વધી ગઈ હતી કે વસીમ ઠાકોરે આક્રોશમાં આવીને આગામી સમયમાં અપક્ષ ચૂંટણી લડવાની સીધી ચીમકી આપી દીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

સંગઠનની આંતરિક ખેંચતાણ ફરી સપાટી પર આવી

પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને એક તાંતણે બાંધવા માટે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં જ નેતાઓ વચ્ચે વિવાદ ઊભો થતાં અમદાવાદ કોંગ્રેસમાં ચાલતી આંતરિક ખેંચતાણ ખુલ્લી પડી ગઈ છે. ધારાસભ્ય અને કોર્પોરેટર પતિ વચ્ચે થયેલી આ સામસામે બોલાચાલીને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને આ બાબતે પક્ષનું મોવડીમંડળ શું પગલાં લે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

આ પણ વાંચો : Rajkot News : ડબ્બા ટ્રેડિંગ કૌભાંડમાં ASI સસ્પેન્ડ, 100 કરોડના શંકાસ્પદ વ્યવહારોની આશંકા

સ્નેહમિલનમાં ધારાસભ્ય-કોર્પોરેટર પતિ આમને-સામને