દેશમાં રોજગારીનું પ્રમાણ વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે EPFO દ્વારા એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં EPFO દ્વારા કોન્ફરન્સ યોજાઈ
આજે અમદાવાદ ખાતે EPFO દ્વારા પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાને લઈને એક કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમપલોઈમેન્ટના જોઈન્ટ સેક્રેટરી ડો.મહેન્દ્ર કુમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાનો ઉદ્દેશ્ય ઉત્પાદન ક્ષેત્ર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને તમામ ક્ષેત્રોમાં રોજગાર સર્જન, રોજગારક્ષમતા અને સામાજિક સુરક્ષા વધારવાનો છે.આ યોજના નવા રોજગાર મેળવનારા યુવાનોને બે હપ્તામાં ₹15000 સુધીનું પ્રોત્સાહન અને નવી નોકરીની તકો ઉભી કરવા માટે નોકરીદાતાઓને પ્રતિ નવા કર્મચારી દીઠ 3000 સુધીનું પ્રોત્સાહન પૂરું પાડશે.
શું કહ્યું EPFOના જોઈન્ટ સેક્ટ્રેટરી
ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમપલોઈમેન્ટના જોઈન્ટ સેક્રેટરી ડો. મહેન્દ્ર કુમારે આ યોજના અંગે જણાવ્યું હતું કે, જે નવા કર્મચારીઓ છે અને પ્રથમવાર નોકરીમા જોડાયા છે. તેમના માટે આ યોજના છે. દેશમાં ઉદ્યોગ અને ઈન્ડસ્ટ્રી ક્ષેત્રમાં એમ્પલોઈમેન્ટને પ્રમોટ કરવામાં આવે છે તેમના માટે પણ આ યોજનામાં લાભ છે. સરકારે દેશમાં એમ્પલોઈમેન્ટને વધારવા માટે આ યોજના લાગુ કરી છે. આ સમગ્ર યોજના એક લાખ કરોડની પહેલ છે. જે લોકો પ્રથમવાર નોકરીમાં જોડાશે તેમને તેમની પ્રથમ સેલેરી બે ઈન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવશે. આ ઉપરાંત જે એમ્પલોયર્સ છે તેમને દર મહિને એક રકમ આપવામાં આવશે. જેમાં જે કર્મચારીની સેલેરી છે તેના 10 ટકા આપવામાં આવશે. આ યોજના રોજગાર સર્જનનો એક પ્રયાસ છે. જેનાથી દેશના એમ્પલોઈમેન્ટની ઈકોસિસ્ટમમાં એક નવી એનર્જી આવશે. જેનાથી કર્મચારીઓ અને નોકરીદાતાઓ તેનો ફાયદો ઉઠાવી શકશે.
શું છે આ યોજનાનો મુખ્ય લાભ
આ યોજના નવા રોજગાર મેળવનારા યુવાનોને બે હપ્તામાં ₹15000 સુધીનું પ્રોત્સાહન અને નવી નોકરીની તકો ઉભી કરવા માટે નોકરીદાતાઓને પ્રતિ નવા કર્મચારી દીઠ 3000 સુધીનું પ્રોત્સાહન પૂરું પાડશે.યોજનાના ભાગ A હેઠળ પહેલી વાર નોકરી મેળવનારા કર્મચારીઓને તમામ ચુકવણીઓ આધાર બ્રિજ પેમેન્ટ સિસ્ટમ (ABPS)નો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મોડ દ્વારા કરવામાં આવશે. ભાગ B હેઠળ નોકરીદાતાઓને ચૂકવણી સીધી તેમના PAN-લિંક્ડ ખાતાઓમાં કરવામાં આવશે.કેન્દ્રીય મંત્રીમંડળે 1 જુલાઈ 2025ના રોજ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના નામની રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી હતી.99446 કરોડના ખર્ચ સાથે આ યોજનાનો ઉદ્દેશ બે વર્ષના સમયગાળામાં દેશમાં 3.5 કરોડથી વધુ નોકરીઓના સર્જનને પ્રોત્સાહન આપવાનો છે.









