અમદાવાદના ગીતા મંદિર એસટી ડેપોમાં મુસાફરોનો ધસારો જોવા મળ્યો છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જતા મુસાફરોમાં ભીડ વધુ જોવા મળી છે, સુરત, અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ માટે વધારાની બસો દોડાવી તેમ છત્તા મુસાફરોની ભીડ ઓછી થતી નથી, છેલ્લા બે દિવસમાં 20 હજારથી વધુ લોકોએ કરી એસટીની મુસાફરી અને GSRTC દ્વારા બે દિવસમાં 300થી વધુ એસટી બસો દોડાવી છે.


[[$googlead]]

દિવાળીના 3 દિવસ દરમિયાન વધુ બસો દોડાવાશે

આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ વિભાગ દ્વારા તા.16 થી તા.19 ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે. મુસાફરોને દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ,ઉત્તર ગુજરાતના રત્નકલાકારો ઉપરાંત દાહોદ અને પંચમહાલના શ્રમજીવીઓ માટે ૧૬૦૦ જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.

મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળવા અંદાજે 1000 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવશે

સૌરાષ્ટ્ર જવા માટે મુસાફરોએ સુરત શહેરના રામચોક અને મોટા વરાછા ખાતેથી એસ.ટી બસ મળશે. જ્યારે ઉત્તર ગુજરાત તથા અમદાવાદ માટે મુસાફરોને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની સુવિધા પ્રાપ્ત થશે. આ ઉપરાંત દાહોદ તથા પંચમહાલના શ્રમજીવીઓ માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના સુરત શહેરી બસ સ્ટેશન ખાતેથી તેમજ રામનગર રાંદેર રોડ સુરત ખાતેથી બસ મળી રહેશે. દિવાળીના તહેવારો દરમિયાન નિગમના સુરત વિભાગ ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર સહિત અન્ય વિભાગો મળી મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળવા અંદાજે 1000 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવશે.

[[$alsoread]]

એસ.ટી.દ્વારા નિમવામાં આવેલ બુકિંગ એજન્ટ પાસે બુકિંગ કરાવી શકાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરો બસ સ્ટેશન ઉપરાંત એસ.ટી.દ્વારા નિમવામાં આવેલ બુકિંગ એજન્ટ, મોબાઇલ એપ, તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઇન ટિકિટનું બુકિંગ કરી શકશે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને "એસ.ટી. આપના દ્વારે" યોજના અંતર્ગત મુસાફરોએ જણાવેલ જગ્યાએથી તેમના વતન સુધી પહોચાડવામાં આવશે તેમ, વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.


  • Follow us on: