અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ મેક્ડોનાલ્ડ્સ સામે કોર્પોરેશને કાર્યવાહી કરી છે, પ્રહલાદનગરનું મેક્ડોનાલ્ડ્સ AMCએ કર્યું સીલ, AMCના આરોગ્ય વિભાગ દ્વારા મેક્ડોનાલ્ડ્સ સીલ કરવામાં આવ્યું છે, વેજ-નોનવેજ એક જ જગ્યાએ બનાવતા હતા અને રસોડામાં ગંદકી જોવા મળતી કોર્પોરેશને સીલ કર્યુ છે રેસ્ટોરન્ટ.


[[$googlead]]

તપાસ દરમિયાન રસોડામાં મળ્યું ગંદકીનું સામ્રાજ્ય

અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ મેકડોનાલ્ડ્સને અમદાવાદ કોર્પોરેશને સીલ માર્યુ છે, અનહાઇજેનિક સ્થિતિને પગલે રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યું છે, વેજ અને નોનવેજ ખાદ્ય એકમમાં તકેદારી ન રાખવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી. તો કોર્પોરેશને સ્થળ તપાસ કરતા ગંદકી મળી આવી હતી જેના કારણે રેસ્ટોરન્ટને સીલ મારવામાં આવ્યું છે.

[[$alsoread]]

અન્ય જગ્યાઓ પર પણ કોર્પોરેશને કરી કાર્યવાહી

આ સિવાય ગોતા વિસ્તારમાં ઔડાની પાણીની ટાંકી પાસે આવેલી શ્રી ક્રિષ્ના ડેરીમાં ફૂડ વિભાગની ટીમની તપાસમાં અનહાઇજેનિક કન્ડિશન જણાતાં સદર એકમને સીલ મારી દેવાયા છે. જ્યારે વેજલપુરમાં સહજાનંદ કોમ્પ્લેક્સમાં આંબેશ્વર પ્રોવિઝન સ્ટોર્સમાં પણ અનહાઇજેનિક કન્ડિશન મળી આવતાં પ્રોવિઝન સ્ટોરને સીલ મારી દેવાયાં છે.

03-06-2025ના રોજ આંબાવાડીમાં સબ-વે સીલ કરાયું હતુ

અમદાવાદના આંબાવાડીમાં વિસ્તારમાં આવેલ સબ-વે સીલ કરવામાં આવ્યું હતુ, રસોડામાં જીવતા અને મરેલા વંદ મળી આવ્યા હોવાથી કોર્પોરેશને સીલ કર્યુ હતુ, આરોગ્ય વિભાગે તપાસ કરતા ગંભીર બેદરકારી સામે આવી હતી, બેદરકારી સામે આવતા મનપાએ સબ-વે સીલ કર્યુ હતુ, આરોગ્યના નિયમોનો અનેક જગ્યા પર ભંગ થઈ રહ્યો હતો.

 

  • Follow us on: