ત્યારે ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના ગાંડવમાંથી 16 પહેલા ગુમ થયેલ બાળકની આજે પુખ્ત વયે પરિવારજન સાથે મુલાકાત થઈ શકી. ફક્ત એક ટેટૂથી 16 વર્ષ બાદ પરિવાર સાથે મુલાકાત થઈ છે. આ યુવક નું નામ પંકજ ઉર્ફે રાહુલ યાદવ છે, જે સોળ વર્ષ પહેલા મોટાભાઈ સાથે ઝઘડા થયા બાદ પિતાએ તેને માર્યો હતો અને ગુસ્સામાં રેલવે સ્ટેશન જઈને જે પહેલી ટ્રેન આવે તે ટ્રેનમાં બેસીને ઘર પરિવારને છોડી દીધો હતો.


[[$googlead]]

16 વર્ષ બાદ પરિવાર સાથે મિલન થયું

પરંતુ આ પંકજ નથી બોલી શકતો અને નથી સાંભળી શકતો ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પંકજ ઊતરી ગયો અને રેલવે સ્ટેશનની અંદર જ ભટકતો રહ્યો હતો ત્યારે રેલવે પોલીસે પંકજની પ્રાથમિક તપાસ કર્યા બાદ બહેના મૂંગા શાળામાં તેની ભરતી કરાવી હતી, પરંતુ પંકજને ભણવામાં કોઈ જ રસ ન હતો જેથી તે ત્યાંથી પણ છુટકારો મેળવીને નવરંગપુરા પોલીસ સ્ટેશનની આસપાસ ફરતો હતો અને ત્યારબાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં જ ખાતો પીતો અને રહેતો હતો જ્યારે પોલીસના નાના-મોટા કામ પણ કરતો હતો. પરંતુ 16 વર્ષ બાદ એવો સમય આવ્યો કે, અચાનક પરિવાર સાથે મુલાકાત થઈ.

પંકજ 16 વર્ષ પહેલા અમદાવાદ આવી ગયો હતો

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો પંકજ અને તેનો મિત્ર 16 વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના એક મેળામાં ફરવા ગયા હતા. અને ત્યાં જ તેઓએ હાથ ઉપર એક ટેટુ ચિત્ર આવ્યું હતું જેમાં રામ સીતા લખેલું હતું અને સમયની ગતિ જુઓ કારણકે પંકજ તો 16 વર્ષ પહેલાં જ અમદાવાદ આવી ગયો હતો અને તેનો મિત્ર નીરજ યાદવ છેલ્લા બે મહિનાથી અહીંયા સિક્યુરિટીનું કામ કરે છે. અને તેઓ બંને નવરંગપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલ ચાની કીટલીએ ભેગા થયા અને નીરજે પંકજ ના હાથ ઉપર ચિત્ર આવેલું ટેટુ જોયું.

[[$alsoread]]

પરિવારે પણ પંકજ હોવાનું સ્વીકાર કર્યો હતો

તેના મિત્રને તે ઓળખી ગયો ત્યારે નીરજને ખબર હતી કે તેનો મિત્ર બોલી કે સાંભળી નથી શકતો અને આ ચેક કરવા માટે જ તેને પંકજની પૂછપરછ કરી પરંતુ પંકજ બોલી શક્યો નહીં ત્યારે પંકજને પોલીસ સ્ટેશનની અંદર જોતા નીરજને પણ આશ્ચર્યચકિત થયું અને પોલીસ સ્ટેશનની અંદર આવીને પોલીસ પાસેથી પણ માહિતી મેળવી અને પોલીસે તેના પરિવારજનો સંપર્ક કરીને તમામ હકીકત તપાસી હતી જેમાં બંને મિત્રો હોવાનું પણ સામે આવ્યું છે જ્યારે પરિવારે પણ પંકજ હોવાનું સ્વીકાર કર્યો હતો. આમ 12 વર્ષની ઉંમરે પંકજે પોતાના વિસ્તારને મૂકીને ગુજરાત અમદાવાદ ને પોતાનું નવું ઘર બનાવ્યું હતું અને અચાનક જ તેનો નાનપણનો મિત્ર મળી જતા તે પણ ખુશ થયો હતો કારણ કે પંકજ ને ખબર ન હતી કે તે કયા રેલવે સ્ટેશન ઉપર ઉતર્યો છે કયા શહેરમાં રહી રહ્યો છે પરંતુ તેના મિત્રએ ફરીથી તેને પરિવારની જિંદગી આપી છે.


  • Follow us on: