અમદાવાદની હોસ્પિટલોમાં જ મચ્છરોનું સામ્રાજય જોવા મળ્યું છે, મચ્છરના બ્રિડિંગ મળતા AMCએ હોસ્પિટલને ફટકાર્યો દંડ તો તમામને નોટિસ ફટકારી 6.17 લાખનો દંડ વસુલ્યો છે, હોસ્પિટલમાં ચેકિંગ દરમિયાન 464 માંથી 276 એકમમાં મળ્યા મચ્છરના બ્રિડિંગ, શહેરની જાણીતી હોસ્પિટલોમાં મળ્યા મચ્છરના બ્રિડિંગ .


[[$googlead]]

મચ્છરના બ્રિડિંગ મળતા AMCએ ફટકાર્યો દંડ

કોર્પોરેશને હોસ્પિટલને નોટિસ ફટકારી 6.17 લાખનો દંડ વસુલ્યો છે, શુભમ હોસ્પિટલ , અનંતા હોસ્પિટલ, રાજસ્થાન હોસ્પિટલ , શાલ હોસ્પિટલ, વિમ્સ હોસ્પિટલ , વેદાંત હોસ્પિટલ, મેડિલિંક અને શેલ્બી હોસ્પિટલ, જે પી ઇસ્કોન, ફોર્ચ્યુંન લેન્ડમાર્ક હોટલ, કામા હોટલ , સિટી હોસ્પિટલને ફટકાર્યો દંડ તો કોર્પોરેશનની ટીમને 464 માંથી 276 એકમમાં મળ્યા મચ્છરના બ્રિડિંગ.

[[$alsoread]]

રોગચાળો વકરતા અમદાવાદ કોર્પોરેશન આકરા પાણીએ

અમદાવાદમાં છેલ્લાં કેટલાંક સમયથી પાણીજન્ય રોગચાળો વકરી રહ્યો છે. શહેરમાં તા. ૧૯ જુલાઈ સુધી ઝાડા-ઉલ્ટીના ૫૬૨, કમળાના ૨૯૯, ટાઈફોઈડના ૩૫૭ અને કોલેરાના ૧૯ કેસ નોંધાયા છે. AMCના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ડામવા અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે શહેરના સાતેય ઝોનમાં કન્સ્ટ્રક્શન સાઈટ, ધંધાકીય અને રેસીડેન્શિયલ સહિત ૪૬૪ પ્રિમાઈસીસમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને મચ્છરોના પોરા-બીડીંગ મળવા બદલ 276 એકમોને નોટિસ ફટકારી છે અને રૂ. 6 લાખ, 17 હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

 

  • Follow us on: