ઉત્તર ભારતમાં છઠ પૂજાનું વિશેષ મહત્વ હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં પણ છેલ્લા કેટલાય વર્ષોથી છઠ પૂજાનું મહત્વ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના ઇન્દિરા બ્રિજ નીચે સાબરમતીના કિનારે છઠ્ઠ ઘાટ તૈયાર કર્યો છે જેમાં આજથી છઠ પૂજાની વિશેષ તૈયારીઓને આયોજન શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં પણ છઠ પૂજાને લઈ લોકો એકઠા થતા હોય છે
મહત્વની વાત કરવામાં આવે તો ઇન્દિરા બ્રિજ છઠ ઘાટ ખાતે 5000 થી વધુ લોકો એકઠા થતા હોય છે અને છઠ પૂજા કરતા હોય છે ત્યારે અત્યારથી જ અનેક લોકો આવીને છઠ્ઠી ઘાટ ઉપર પોતાના નામ લખીને રિઝર્વેશન કરાવતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે જ્યારે છઠ ઘાટ ખરાબ હોવાથી કોર્પોરેશન દ્વારા તેની સાફ-સફાઈ પણ હાથ ધરવામાં આવી છે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ પણ હાજર રહેશે.
છટ પૂજાને લઈ અમદાવાદમાં વિશેષ તૈયારીઓ
લાભપાંચમ પછી જે દિવસ આવે તે છઠ અને આ દિવસે છઠનું મહત્વ રહેલું છે, ખાસ કરીને ઉત્તર ભારતના લોકો કે જે લોકો અમદાવાદમાં વસવાટ કરી રહ્યાં છે તે લોકો આ દિવસે રીવરફ્રન્ટ ખાતે છઠ પૂજાનું આયોજન કરતા હોય છે, આ વર્ષે પણ દર વર્ષની જેમ છઠ પૂજા ઈન્દીરાબ્રિજ પાસેના ઘાટ પર યોજાશે અને મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે, છઠ પૂજાનું મહત્વ આદિ અનાદિ કાળથી ચાલતું આવે છે. રામાયણ, ત્રેતા અને દ્વાપર યુગમાં પણ છઠ પૂજાનું મહત્વ રહેલું છે.
છઠ ઉત્સવના પ્રમુખ દેવતા છે સૂર્ય દેવ
છઠનો તહેવાર આજથી શરૂ થાય છે. લોક શ્રદ્ધાના આ ભવ્ય ઉત્સવમાં, છઠી માતા માટે ઉપવાસ રાખવામાં આવે છે અને સૂર્ય દેવની પૂજા કરવામાં આવે છે. આમ, સૂર્ય આ ઉત્સવના આધ્યાત્મિક દેવતા અને શક્તિ છે. તેમને વૈદિક કાળના પ્રથમ દેવતા માનવામાં આવે છે. તેઓ આદિત્ય અને અન્ય દેવતાઓમાં સૌથી મોટા છે, અને તેઓ પ્રાચીન વૈદિક પરંપરાના પ્રથમ દેવતા પણ છે, જેનો ઉલ્લેખ ઋગ્વેદમાં શરૂ થાય છે. તેમ છતાં, સૂર્ય વધુ રસપ્રદ છે કારણ કે એવું માનવામાં આવે છે કે સૂર્ય એ શરીર હતું જેમાં જીવન અસ્તિત્વમાં હતું, અને જેમાંથી બધી વસ્તુઓની ઉત્પત્તિ થઈ હતી. તેથી આ શરીરને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. હિરણ્યનો અર્થ સોનેરી અથવા સોનેરી થાય છે. તેથી, સૂર્ય દેવના નામોમાંનું એક હિરણ્ય અને હિરણ્યગર્ભ છે.









