અમદાવાદમાં હોટેલોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. મોટી લક્ઝુરિયસ હોટેલો વધુ પ્રમાણમાં ઉભી થઈ રહી છે. ત્યારે મહાનગર પાલિકા દ્વારા આવી હોટેલોના ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટેક્સ વધારાના નિર્ણયથી AMCને થશે ફાયદો
મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, અમદાવાદમાં મોટી લક્ઝુરિયસ હોટેલોના ટેક્સમાં વધારો કરવામાં આવશે. આ ઉપરાંત 10 KLDથી વધુ વેસ્ટ વોટર ડિસ્ચાર્જ કરનારી હોટલના ટેકસમાં પણ વધારો કરવામાં આવશે. આ નિર્ણયથી મહાનગર પાલિકાને મોટો ફાયદો થશે.













