અમદાવાદમાં રોગચાળો વકર્યો હોવાની વાત સામે આવી છે, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગાચાળમાં વધારો થયો છે, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 13,865 ઓપીડી નોંધાઈ છે, જેમાં ડેન્ગ્યુના 69 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને મલેરિયાના 28 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.


[[$googlead]]

રોગચાળાને લઈ 83 બાળકો સોલા સિવિલમાં દાખલ છે

તાવ, ઉધરસ, શરદી, ઇન્ફેક્શનના કેસમાં વધારો થયો છે, શહેરમાં ઋતુગત રોગચાળાએ મુશ્કેલી વધારી છે, ડેન્ગ્યુના 366 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી 69 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, મલેરિયા 380 દર્દીઓના સેમ્પલમાંથી 28 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 83 બાળકો સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.

[[$alsoread]]

ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એક વાર ખાલી કરવું

આ ઉપરાંત મચ્છરજન્ય બીમારી જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય વિશે પણ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત તળાવ, નદી નાળાં, હવાડા, કેનાલમાં પાણી ભરાયેલ હોય તો તેમાં ગપ્પી માછલી નાખવી જેથી કરીને તેનાં થકી મચ્છરના પોરાનો નાશ કરી શકાશે. અઠવાડિયામાં એક વાર ઘરની આસપાસ, ઘરની અંદર અને ધાબામાં ભરાયેલા પાણીને ખાલી કરવાનું અને ઘર વપરાશના પાણી ભરેલ પાત્રોને અઠવાડિયામાં એક વાર ખાલી કરી, સુકવી ફરી ભરવા માટે જણાવવામાં આવી રહ્યું છે.

મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી

આ ઉપરાંત રાત્રે સુવામાં મચ્છરદાનીનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. દિવસે બહાર નીકળો ત્યારે સંપૂર્ણ શરીર ઢંકાય તેવાં કપડાં અને બૂટ મોજા પહેરવાથી મચ્છરના ડંખથી બચી શકાય છે. વધુમાં નકામો કચરો, ભંગાર, પ્લાસ્ટિક અને પક્ષિકુંજનો વરસાદ પહેલાં યોગ્ય નિકાલ કરો જેથી પાણી ભરાશે નહિ અને મચ્છર થશે નહિ, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

  • Follow us on: