અમદાવાદમાં મહાનગર પાલિકા દ્વારા તળાવોના બ્યુટીફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. વસ્ત્રાપુર તળાવના બ્યુટીફિકેશનની કામગીરી દરમિયાન ગંભીર દુર્ઘટના સર્જાઈ છે. કામગીરી દરમિયાન બે શ્રમિકોને કરંટ લાગતા દોડાદોડી મચી જવા પામી હતી. બંને શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં બેદરકાર કોણ તે અંગે અનેક સવાલો ઉભા થયાં છે.


[[$googlead]]

વસ્ત્રાપુરમાં કામગીરી દરમ્યાન બે શ્રમિકને લાગ્યો કરંટ

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના વસ્ત્રાપુર તળાવના બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન બે શ્રમિકોને અચાનક કરંટ લાગતા દોડધામ મચી જવા પામી હતી. બંને શ્રમિકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ચેતન અને કૌશિક નામના શ્રમિકોને કરંટ લાગ્યો હતો. બંનેમાંથી એક શ્રમિકને હાલમા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. આ ઘટનામાં બેદરકારી કોની તે અંગે સવાલો ઉભા થયાં છે.

20 વર્ષ જૂના તળાવનું રિડેવલપમેન્ટ શરૂ કરવામાં આવ્યું

અમદાવાદમાં વસ્ત્રાપુરના 20 વર્ષ જૂના તળાવનું રિડેવલપમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે. તળાવમાં ઉંદરોનાં ત્રાસથી અપર વોક વે અને તળાવ ફરતેની દિવાલમાં ખાડા પડી ગયા હતાં. ઉલ્લેખનીય છે કે,વર્ષ 2003 પહેલાં ઔડા દ્વારા વસ્ત્રાપુર તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને મહાનગર પાલિકાની હદમાં 2006 પછી નવા પશ્ચિમ ઝોનના પાલિકા અને પંચાયતોના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઔડા દ્વારા વસ્ત્રાપુર તળાવ અમદાવાદ મહાનગર પાલિકાને સોંપવામાં આવ્યું હતું.

[[$alsoread]]


  • Follow us on: