ગુજરાતમાં તહવારોની સિઝન બરાબર જામી છે. રક્ષાબંધનનું પર્વ હોવાથી પરપ્રાંતિય લોકો પણ પોતાના વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે પોતાના વતન તરફ જઈ રહેલા લોકો જીવના જોખમે મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ધમધમતા મેમનગર વિસ્તારમાં પરપ્રાંતિયો ખાનગી બસોમાં જીવના જોખમે મુસાફરી કરી રહ્યાં છે.
ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયાં
અમદાવાદથી પોતાના વતન તરફ નીકળેલા પરપ્રાંતિય લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પોતાના વતનમાં જવા માટે પરપ્રાંતિયો જીવને જોખમમાં મુકી રહ્યાં છે. રક્ષા બંધન પર્વ પર જીવના જોખમે મુસાફરી થઈ રહી છે. અમદાવાદના મેમનગર વિસ્તારમાં ખાનગી બસો ખીચોખીચ ભરેલી જોવા મળી છે. જાહેર રોડ પર ખાનગી બસો દ્વારા નિયમોના ધજાગરા ઉડી રહ્યાં છે. લોકોને જીવના જોખમમાં મુકી રહેલા ખાનગી બસોના સંચાલકો સામે ક્યારે કાર્યવાહી થશે. ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે.
ટ્રાફિક પોલીસ આવી ખાનગી બસોના સંચાલકો સામે લાચાર કેમ બની
અમદાવાદમાં વસતા રાજસ્થાનવાસીઓ પોતાના વતનમાં જવા જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે.શહેરના મેમનગર વિસ્તારમાં ખાનગી બસો ખચોખચ ભરેલી હાલતમાં જોવા મળી રહી છે. જાહેર રોડ પર ખાનગી બસો નિયમોના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સંદેશના કેમેરામાં કેદ થયાં છે. ઈ મેમો આપતા CCTV કેમેરામાં આ ખાનગી બસો ક્યારે કેદ થશે?જીવના જોખમે મુસાફરી કરાવનાર ખાનગી બસ સંચાલક સામે ક્યારે કાર્યવાહી થશે.હેલ્મેટના દંડ લેનાર ટ્રાફિક પોલીસ આવી ખાનગી બસોના સંચાલકો સામે લાચાર કેમ બની ગઈ છે? એવા અનેક સવાલો ઉભા થયાં છે.









