અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં અચાનક એક કારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. નિકોલ ખાતે આવેલી મેવાડા ગ્રીન ચોકડી પાસેથી પસાર થઈ રહેલી ચાલુ કારમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ભભૂકી ઊઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં સમગ્ર કાર આગીજ્વાળામાં લપેટાઈ ગઈ હતી.

કારચાલકની સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો

ચાલુ વાહને આગ લાગતાં જ કારચાલકે ત્વરિત બુદ્ધિશક્તિ વાપરીને કારને રોકી દીધી હતી અને અંદર બેઠેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. કારચાલકની સમયસૂચકતા અને ઝડપી નિર્ણયના કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિકો અને ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ

આ બનાવ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ સદનસીબ અકસ્માતમાં સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી તંત્ર અને પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસે ઘટના અંગે આગળની નોંધ લઈ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો