નિકોલમાં રહેતા નિકુંજભાઇ પેથાણી ફર્નિચરની દુકાન ધરાવી ધંધો કરે છે. ગત 17 નવેમ્બરે તેમણે ફેસબુક પર કેપીટલ બજારનો ઇન્વેસ્ટમેન્ટનો મેસેજ જોયો હતો.
જેથી તેમાં આપેલ લીંક પર નિકુંજભાઇએ ક્લીક કરતા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને ટ્રેડિંગ કરવા અંગેની વાત કરી હતી. બાદમાં શેરબજારમાં રોકાણ કરીને નફે કમાવવાની લાલચ આપી કેપિટલ બજાર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં આઇડી બનાવી આપ્યું હતું. નિકુંજભાઇએ તેમના અને તેમની પત્નીના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ. 2.88 લાખનું રોકાણ કર્યુ હતુ. રોકાણ કર્યા બાદ આપેલ નંબર પર ફોન કરતા બંધ આવતો હતો. જેથી ઠગાઇની જાણ થતા તેમણે આ અંગે નિકુંજભાઇએ અજાણ્યા ગઠિયાઓ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.










