શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને ગંદકી/ન્યૂસન્સ કરનારા એકમો સામે AMCના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ઉપયોગ, વેચાણ અને સંગ્રહ કરનારા વિરૂદ્ધ હાથ ધરવામાં આવેલી ઝૂંબેશ અંતર્ગત કુલ રૂ. 66 હજારનો દંડ વસૂલ કરાયો છે.


235 એકમોને નોટિસ ફટકારી 6 એકમોને સીલ કરવામાં આવ્યા છે. AMCની સ્વચ્છતા સ્ક્વોડની ટીમ દ્વારા જાહેર રોડ પર ગંદકી કરવા બદલ સફાઈ - સેનિટેશનને લગતી 230 નોટિસ અને પ્રતિબંધીત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 145 સહિત એકમો પર કાર્યવાહી કરવામાં આવી છે. આ માટે 745 એકમોની મુલાકાત લેવામાં આવી હતી, તેમજ જાહેરમાં ગંદકી કરતાં લોકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • Follow us on: