ખોખારમાં આવેલા દક્ષિણી સોસાયટી પાસે આવેલા ગજાનંગ બિલ્ડિંગ અને તેના આસપાસના વિસ્તારોમાં બુલેટ ટ્રેનની કામગીરીના કારણે અવરનવર કાદવ કીચડ થઈ રહ્યું છે.
જેના કારણે ત્યાંથી પસાર થતાં લોકોને ગંદકીમાંથી પસાર થવું પડી રહ્યું છે. એટલું જ નહીં પુષ્કળ પ્રમાણમાં કાદવ થવાના કારણે વાહન સ્લીપ થઈ જવાથી લઈ ગાડી ફસાઈ જવાની પણ ફરિયાદો રહેલી છે. આ માટે બુલેટ ટ્રેનની કામગીરી કરતાં લોકોને રજૂઆત કરાઈ છતાં કોઈ કામગીરી કરાઈ નથી. આથી લોકોને ત્યાં સામાન્ય અવરજવરમાં પણ મુશ્કેલ બની રહ્યું છે.










