દાણીલીમડા પોલીસે વેશપલ્ટો અને પ્રેમજાળ બિછાવીને 14 ગુના આચરી ચૂકેલ રીઢા આરોપીને ઝડપી પાડયો છે. જેમાં આરોપી તૌફ્કિે વર્ષ 2014થી ગુનાની દુનિયામાં પગ મુકતાની સાથે જ ક્યારેય અટક્યો ન હતો.
તેને ગત 15 જુને મારામારીનો ગુનો દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં મથકે નોંધાયો ત્યારથી આરોપી પોલીસને હાથતાળી આપતો ફ્રતો હતો. એક મહિનાથી આરોપી સાથે પોલીસ સ્ટેશનની જ મહિલા કોન્સ્ટેબલે પ્રેમભરી વાતચીત કરીને આરોપીને ઝડપી પાડયો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરમાં ભલભલા હિન્દી ફ્લ્મિોને પણ ટક્કર મારે તેવી રીતે દાણીલીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસે 14 ગુના આચરી ચૂકેલા રીઢા આરોપીને દબોચી લીધો છે. જેમાં આરોપીએ લૂંટ, મારામારી, ખંડણી, જેલમાંથી નાસી જવા સહીતના ગંભીર ગુનાઓને અંજામ આપી ચૂકેલા આરોપીને પ્લાનિંગના આધારે ઝડપાયો છે. જેમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલોએ આરોપીનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કર્યો હતો.અને તેની સાથે પ્રેમભરી વાતો કરીને મિત્રતા કેળવી હતી. બાદમાં મહિલા પોલીસે આરોપી રિવરફ્રન્ટ મળવા માટે બોલાવ્યો હતો. ત્યારે આ મહિલા પોલીસે વેશ ધારણ કરીને રીઢા આરોપીને મળવા માટે પહોંચી ગઈ હતી. ત્યાં આરોપી તૌફીક મળવા પહોચ્યોય હતો. બાદમાં આરોપીએ મહિલા પોલીસને એકટીવા પર બેસી જવાનું કહ્યું એટલે પોલીસકર્મી આરોપીના એક્ટિવા પર બેસી ગઈ અને ચાલકી વાપરીને અન્ય પોલીસકર્મીને ઈશારો કરતા રીવરફ્રન્ટ પર હાજર અન્ય પોલીસકર્મીએ આરોપી તૌફીકને કોર્ડન કરીને દબોચી લીધો છે.