શહેરમાં ફરી દબાણ હટાવવા માટેની કામગીરી ઝડપી કરવામાં આવી છે. જેમાં વિવિધ વિસ્તારોમાં નડતર રૂપ દબાણ અને રોડની આસપાસના દબાણ હટાવવામાં આવ્યા છે.


જેમાં પૂર્વ ઝોનના વસ્ત્રાલમાં સુરધરા સોસાયટીના રોડ પર 12 મીટરના ટીપી રોડ પરથી નડતર રૂપ 25 ઓટલા, 12 પગથીયા, 4 રેમ્પ અને 14 ક્રોસવોલ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. આ માટે લાંબા સમયથી નોટિસ ફાળવવામાં આવી હતી. આ સાથે જ વિરાટનગરમાં બિન અધિકૃત બાંધકામ દૂર કરીને રૂ.50 હજારનો દંડ વસુલવામાં આવ્યો છે. જેના સાથે જ રસ્તા પર દબાણ ઉભા કરતાં અને ગેરકાયદે પાર્ક કરેલા 36 વાહનોને લોક મારીને રૂ.13,900 અને અન્ય વહીવટી દંડ સાથે રૂ.71,900 વસુલવામાં આવ્યા છે.

આ ઉપરાંત પૂર્વ ઝોનના વિવિધ વિસ્તારોમાં રોડ પર અને ફૂટપાથ પર બનાવવામાં આવેલા કાચા શેડથી લઈ લારીઓને હટાવીને રોડ પરથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. જેમાં કામગીરીમાં 2 શેડ, 7 લારી, 38 બોર્ડ-બેનર અને 51 પરચુરણ માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે બીઆરટીએસ રૂટ પરની કામગીરી દરમિયાન 3 શેડ, 6 લારી, 32 બોર્ડ-બેનર તથા 49 પરચુરણ માલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જેના સાથે જ સમગ્ર પૂર્વ ઝોનમાં કુલ 5 શેડ, 3 ડમ્પર, 13 લારી, 70 બોર્ડ બેનર અને 100 પરચુરણ માલ સામાન જપ્ત કરીને હટાવીને રોડ પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે.


  • Follow us on: