એક તરફ દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ સરસપુર રખિયાલ વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાનજી મંદિર સામે મ્યુનિ. કોર્પો. AMTS ના બસ સ્ટેન્ડ મુકવામાં આવેલ છે. પરંતુ દિવસ દરમિયાન ત્યાં ફેરિયાઓ દ્વારા અનધિકૃત દબાણ કરવામાં આવેલ છે જેથી મુસાફરો સરળતાથી બસમાં અવરજવર પણ કરી શકતાં નથી. જેના કારણે રોડ પર બસ થોભે છે ત્યારે ટ્રાફિકજામ પણ થઈ જાય છે અને સ્થાનિક રાહદારીઓને ભારે મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ માટે એસ્ટેટ વિભાગ દ્વારા કોઈ જ કામગીરી થઈ રહી નથી તેવી સ્થાનિકોની ફરિયાદ રહેલી છે.



  • Follow us on: