અસારવા ખાતે આવેલી પૌરાણિક શ્રી માતર ભવાનીની વાવ અંગે લાંબા સમયથી ગામના સભ્યો અને ભક્તોના સતત પ્રયત્નો અને જાગૃતિ અભિયાનોની મદદથી વાવના રિનોવેશનની કામગીરીને ગુજરાત આર્કિયોલોજી વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આર્કિયોલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે, ચોમાસા બાદ સપ્ટેમ્બર મહિનાથી કામગીરી શરૂ કરવામાં આવશે. જે અંગેની પ્રાથમિક માહિતી સાંસદ દ્વારા આપવામાં આવી છે. આ સાથે જ લાંબા સમયથી લોકોએ પ્રદર્શનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતનો નિર્ણય આવ્યો છે. 900થી પણ વધુ વર્ષ જૂની વાવને બચાવવા માટે સ્થાનિકોએ લડત ચલાવી હતી અને અગાઉ સ્થાનિકો દ્વારા રાષ્ટ્રપતિને પણ પત્ર લખી રજૂઆત કરી હતી.


આ અંગે માહિતી આપતાં અસારવા યુથ સર્કલના પ્રમુખે જણાવ્યું હતું કે, ભારત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા વાવના રિનોવેશન કામ માટે ગુજરાત આર્કિયોલોજી વિભાગ દ્વારા મોકલાયેલ ફઇલને મંજૂરી મળી ગઈ છે. આ કાર્યની મંજૂરી મેળવવામાં પ્રાથમિક માહિતી અને સંદેશ પ્રદાન સાંસદ દિનેશ મકવાણાએ કરી છે, જેમના દ્વારા આગામી સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી છે. લોકોએ આ સાથે જ આશા વ્યક્ત કરી છે કે રિનોવેશનની કામગીરી સાથે વાવની અંદરના કેટલાંક ભાગને યોગ્ય રીતે રિપેર કરવામાં આવે અને શ્રાાવણ માસના અમાસના મેળા પહેલાં પ્રાથમિક કામગીરી થાય તેવી પણ રજૂઆત કરાઈ છે.


  • Follow us on: