અસારવા વોર્ડમાં સિટી સિવિક સેન્ટરમાં છેલ્લા 10 દિવસથી ઈન્ટરનેટ બંધ હોવાથી કામગીરી ઠપ્પ થઈ છે. સરકારી કચેરીમાં ઈન્ટરનેટના ધાંધિયાથી લોકો પરેશાન થયા છે.
ટેક્સ ભરવા, જન્મનો દાખલો કઢાવવા સહિતની કામગીરી બંધ થતાં લોકોને છેલ્લા દસ દિવસથી ધક્કા ખાવા પડી રહ્યા છે. પૂર્વમાં અનેક સરકારી કચેરીઓમાં ઈન્ટરનેટ બંધ હોવાના કારણે મજૂર વર્ગ પોતાની રોજીરોટી મુકીને કામગીરી કરાવવા જતાં હોય છે ત્યારે લોકો કામગીરી કરાવ્યા વગર પરત ફરતા હોય છે. જેથી ઈન્ટરનેટની સમસ્યા જલ્દી હલ કરવામાં આવે તેવી અરજદારોની માગ છે.










