મધ્ય ઝોનમાં આવેલા અસારવા વોર્ડમાં જુદી જુદી જગ્યા પર મશીન હોલ, ચેમ્બર રિપેરિંગ, નવા ડ્રેનેજ લાઈન અને જૂની લાઈનના રિપેરિંગ માટેની કામગીરી અંગે બીજી વખત ટેન્ડર મંગાવવામાં આવ્યું છે.


જેના માટે રૂ.85.85 લાખનું કામ કરવામાં આવશે. આ કામગીરીમાં મેઈન હોલ, ચેમ્બરની લાઈનો તેમજ જૂની અને નવી ડ્રેનેજની લાઈનનું જોડાણ ચકાશવામાં આવશે. જેનાથી લોકોને ઉભરાતી ગટરમાંથી રાહત મળી રહેશે. વરસાદ ઉપરાંત સામાન્ય દિવસોમાં પણ અવરનવર વિવિધ પોળમાં ગટર ઉભરાઈ જવાની ફરિયાદો મળતી રહે છે. આ કારણે ઘણી પોળોમાં સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જેના રિપેરિંગ માટેની ઘણા લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી.


  • Follow us on: