જીએસટીમાં રૂ.302.59 કરોડના ખોટા વ્યવહાર કરી રૂ.56.26 કરોડની ટેક્ષ ક્રેડિટ મેળવનારના રાકેશ વૈષ્ણવના જામીન એડીશનલ સેશન્સ જજ પી.બી.પટેએ ફ્ગાવી દીધા છે. કોર્ટે નોંધ્યું હતું કે, ટેક્ષ ચોરી કરી બુદ્ધીથી ગુનો આચરવામાં આરોપીનો પ્રિમાફેસી-પ્રથમદર્શીય રોલ છે, આર્થિક ગુનામાં આરોપીઓની અલગ અલગ ભૂમિકા હોય છે.આ એક વ્હાઇટ કોલર ક્રાઇમ છે. જેના કારણે દેશના અર્થતંત્રને પણ અસર કરે છે ત્યારે આરોપીને જામીન પર મુક્ત કરવો ન્યાયોચિત જણાતુ નથી.


જીએસટીની રૂ.56.26 કરોડની ખોટી ટેક્ષ ક્રેડિટ મેળવવાના કેસમાં 30 સપ્ટે.2025ના રોજ જીએસટી વિભાગે રાકેશ વૈષ્ણવની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.


  • Follow us on: