નારોલ વિસ્તારમાં આવેલા AIM ઈન્ટરનેશનલ સ્કૂલ પાસે ફરીવાર ગટરનું ગંદું પાણી રસ્તા પર ફરી વળ્યું છે. સ્કૂલ શરૂ થવાની શરૂઆત સાથે જ વિદ્યાર્થીઓ, વાલીઓ અને આસપાસથી પસાર થતા વાહનચાલકોને ગંદકીના દુર્ગંધ અને નુકસાનભર્યા દ્રશ્યોનો સામનો કરવો પડી રહ્યો છે.
નારોલના આ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી વારંવાર ગટર ઓવરફ્લો થવાની ઘટનાઓ સામે આવી રહી છે. AIM ઈન્ટરનેશનલ સ્કૂલ નજીકના રસ્તાઓ પર પાણી ફરી વળવાથી નાના વિદ્યાર્થીઓને સ્કૂલ જવામાં ઘણી અડચણો ઊભી થાય છે. ઘણા વાલીઓએ પોતાના વાહનો પાણીમાં અટવાઈ જતાં રોષ પણ વ્યક્ત કર્યો હતો.










