અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી સેરેનિટી મેન્શન સોસાયટીના રહેવાસીઓએ દીપડાની ઘટનાને કાયમી યાદગીરીમાં ફેરવવા અનોખી પહેલ કરી છે. સોસાયટીમાં દીપડાની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે જે દીવાલ પરથી દીપડો નીચે ઉતર્યો હતો, એ જ સ્થળે તેની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.
20 જુલાઈની ઘટનાની યાદગીરી
20 જુલાઈના રોજ રાત્રે આશરે 2 વાગ્યે સોસાયટીમાં દીપડો જોવા મળ્યો હતો. આ ઘટનાને યાદગાર બનાવવા સોસાયટીના રહેવાસીઓએ દીપડાની પ્રતિકૃતિ બનાવવાનો નિર્ણય કર્યો હતો.
