શ્રાવણ માસમાં ભગવાન શિવની પુજા-અર્ચના કરવાનો વિશેષ મહત્ત્વ છે ત્યારે શહેરના શાહપુર વિસ્તારમાંથી શ્રાવણી શિવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે યાત્રામાં સ્થાનિકો દ્વારા શિવજીની વેશભૂષા ધારણ કરવામાં આવી હતી. જેમાં ભભૂત, ડમરું, ત્રિશુલ સાથે મહાદેવના સ્વરૂપમાં સજ્જ થયેલા ભક્તો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ યાત્રા પાતાળેશ્વર મહાદેવ મંદિરથી નીકળીને આસપાસના વિસ્તારમાં ફરી હતી. શિવયાત્રામાં ભક્તોનો ઉત્સાહ અને બમ બમ ભોલેના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.

Rajkot : નવનિર્મિત સાંઢિયા પુલની ઢીલી કામગીરી અને નબળા ફિનિશિંગ બદલ ચેતન કન્સ્ટ્રક્શન અને PMC ને કોર્પોરેશને ફટકારી નોટિસ









