AMC લો ગાર્ડન અને મીઠાખળી વિસ્તારમાં 6 રોડને પ્રિસિન્કટ એરિયા તરીકે રૂપિયા 100 કરોડના ખર્ચે બનાવાશે. એટલે કે, લો ગાર્ડન અને મીઠાખળીના આસપાસ વિસ્તારોને સી.જી. રોડ પ્રમાણે રોડ વિકસાવાશે.
AMC સ્ટ્રીટ ફર્નિચર સાથે કુલ 6,680 મીટર લંબાઇના રોડ ડેવલપ કરશે, જેમાં લોકો માટે પાર્કિંગ, ચાલવા માટે વોક વે અને ફૂટપાથ સહિતનું આયોજન કરાયું છે. રોડ એન્ડ બિલ્ડિંગ્ઝ કમિટીમાં સોમવારે કામને મંજૂરી આપી સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી અપાયું છે. કમિટીએ દાવો કર્યો છે કે, રોડ પર વરસાદી પાણી ભરાય નહીં તે માટે પૂરતી વ્યવસ્થા કરાઇ છે. રોડનું કામ ચોમાસા પછી આગામી 15મી સપ્ટે.પછી શરૂ થશે. સૂત્રો કહ્યું કે, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી કદાચ ઓક્ટોબર મહિનાના અંતમાં કામ શરૂ થઇ શકે છે.










