અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સોલા બ્રિજ પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી પસાર થતી આઈ-10 કારના ચાલકે કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 3 મિત્રોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
કાબૂ ગુમાવતા કાર પલટી
પ્રાથમિક વિગતો મુજબ, સોલા બ્રિજ પરથી પસાર થતી વખતે કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
