રામોલમાં રહેતા સાહિલ મેકવાન પરિવાર સાથે રહે છે અને વી પ્રોટેક્ટ ઈંડિયા એસ.આઇ.એલ અલાર્મ મોનિટરિંગ એન્ડ રિસ્પોન્સ સર્વિસ પ્રા. લી. કંપનીમાં સર્વીસ એન્જીનિયર તરીકે નોકરી કરે છે. સાહિલની કંપની શહેરમાં આવેલ એસબીઆઇ બેંક તથા કેનેરા બેંકના એટીએમમાં સીસીટીવી કેમેરાની સર્વીસ તથા મોનિટરિંગનું કામ કરે છે.


ગત 17 ઓક્ટોબરે બપોરે સર્વીસ એન્જિનિયર મેહુલ વાઘેલાએ મેઘાણીનગર એસબીઆઇ એટીએમની વિઝીટ કરી હતી. ત્યારે તપાસ કરતા એટીએમમાં સીસીટીવીનું એનવીઆર ગુમ હતું. તેથી તેણે આસપાસ તપાસ કરી હતી પરંતુ એનવીઆર મળી આવ્યું ન હતુ. આ અંગે કંપનીના મેનેજરને જાણ કરવામાં આવી હતી. આ અંગે કંપનીદ્વારા ફરીયાદ કરવાનું કહેવામાં આવ્યું હતુ પરંતુ સાહિલ દિવાળી વેકેશન હોવાથી બહાર ગામ ગયો હતો. આ અંગે સાહિલે અજાણ્યા શખ્સ સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.


  • Follow us on: