નિકોલમાં સ્પા સંચાલકની દાદાગીરી સામે આવી છે. જેમાં મિત્ર તેની ઓફિસે જતા બોલાચાલી કરીને ઝઘડો કરીને તેને ઘરે જવા દેતો ન હતો.
જેથી મિત્રે તેની મહિલા મિત્રને આ અંગે જાણ કરી હતી. જેથી મહિલા મિત્ર ભાઇને લઇને ત્યાં પહોચી હતી. બાદમાં સ્પા સંચાલકે મિત્રનું માથું દીવાલ સાથે ભટકાવ્યું હતું. તેમજ કાર લઇને આવેલ મહિલા મિત્રની કારમાં પણ તોડફેડ કરી હતી. આ અંગે મિત્રે સ્પાસંચાલક સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
નરોડામાં રહેતા અપૂર્વ સોલંકી ગત 12 ઓક્ટોમ્બરે મિત્ર ક્રિષ્ના ચૌધરીના નિકોલ આવેલ સ્પા પર ગયો હતો. ત્યારે અગાઉ પણ તે ત્યાં જતો પરંતુ મિત્ર તેની સાથે ઝઘડો કરીને ઘરે જવા દેતો ન હતો. આ વખતે પણ અપૂર્વ ત્યાં ગયો અને ક્રિષ્નાએ તેને ઘરે જવા દેતો ન હતો. જેથી અપૂર્વએ તેની મહિલા મિત્રને ફોન કરી જાણ કરતા મહિલા મિત્રે તેના ભાઇને સ્પામાં ગયા હતા. જ્યાં જઇને બંનેએ કેમ મારા મિત્રને ઘરે જવા દેતો નથી કહેતા ક્રિષ્નાએ ઝઘડો કર્યો હતો. બાદમાં તમામ બેઝમેન્ટમાં પાર્િંકગમાં ગયા હતા. ત્યાં ક્રિષ્નાએ અપૂર્વને માર મારવા લાગ્યો હતો. તેમજ તેની મહિલા મિત્ર અને તેનોભાઇ વચ્ચે પડતા ઝપાઝપી કરી હતી. બાદમાં ક્રિષ્નાએ અપૂર્વને વાળ પકડીને દિવાલ સાથે માથુ ભટકાવતા લોહીલુહાણ થયો હતો. તેમજ ક્રિષ્નાએ કારમાં પણ તોડફેડ કરી હતી. આ અંગે અપૂર્વએ મિત્ર ક્રિષ્ના સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.