હાલમાં ઘણી જર્જરિત ઈમારતો પડવાની અને તેના કારણે લોકોની હાડમારીમાં વધારો થઈ રહ્યો છે.
હાલમાં અમરાઈવાડીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિટી દ્વારા સંચાલિત ગુજરાતી, હિન્દી અને મરાઠી શાળાની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનને જોડતી દિવાલ ભયજનક સ્થિતિમાં છે. જેના કારણે શાળામાં ભણતાં નાના બાળકો અને ત્યાંથી પસાર થતાં લોકો માટે જોખમ રહેલું છે. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, અહીંથી વાલીઓ પોતાના બાળકોને મુકવા માટે શાળાએ અવરજવર કરતાં હોય છે. તેમજ શાળામાં ત્રણ પાળીમાં બાળકો અભ્યાસ કરવા માટે આવે છે. જેના કારણે મોટી સંખ્યામાં બાળકો અહીંથી અવરજવર કરતાં હોય છે. જેથી આ દિવાલ ઝોખમી બની છે અને તેનાથી કોઈ પણ મોટા અકસ્માતનું જોખમ રહેલું છે. આથી તંત્ર દ્વારા તાકીદે દિવાલ ઉતારી લેવાની કામગીરી કરવામાં આવે તેવી જ સ્થાનિકોની માંગણી છે.










