શહેરના રૈયારોડ વિસ્તારમાં રહેતા શિક્ષક મિત્રની ઓફિસના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહિ કરવા રજિસ્ટ્રાર કચેરીએ જતા હતા ત્યારે એસ્ટ્રોનના નાલા પાસે બાઈક સ્લીપ થતાં ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિ.માં ખસેડાયા હતા. જયાં ટૂંકી સારવાર દરમ્યાન શિક્ષકે હોસ્પિ.ના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી ફેલાઈ હતી.


રૈયા રોડ આલાપ ગ્રીન સીટીમાં રહેતા અરવિંદભાઈ શીવાભાઈ મણવર ઉ.63 ગત તા.26મીએ સવારે દસેક વાગ્યે ઘરેથી પોતાનું બાઈક હંકારી યાજ્ઞિક રોડ પર સબ રજિસ્ટ્રાર કચેરીમાં મિત્રની ઓફિસના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે એસ્ટ્રોનના નાલા પાસે બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા પહોંચતા તાકિદે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ટૂંકી સારવાર દરમ્યાન હોસ્પિ.ના બિછાને દમ તોડી દીધો હતો.બનાવના પગલે એ ડીવીઝન પોલીસ સ્ટાફ દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં મૃતક ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેમજ ત્રણ ભાઈ-બહેનમાં વચેટ હતા.સંતાનમાં પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.


  • Follow us on: