વિવિધ વિસ્તારોનો શહેરની હદમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ ત્યાં પ્રાથમિક સુવિધાના કામો ન પહોંચી રહ્યા હોવાની અવરનવર ફરિયાદ સામે આવી રહી છે. હાલમાં આ પ્રકારની સ્થિતિ ન્યૂ ઈન્ડિયા કોલોની વિસ્તારમાં જોવા મળી રહી છે. જેનો છેલ્લા 15 વર્ષથી વધુનો સમય સાથે શહેરમાં સમાવવવામાં આવ્યો તેમ છતાં પણ સફાઈથી લઈ રોડ રસ્તાના રિપેરિંગ અને ગટરની સુવિધા તેમજ રોડની બાજુમાં ફૂટપાથ માટેની યોગ્ય પ્રાથમિક સુવિધા ન મળી રહેતા સ્થાનિકોની ઉગ્ર રજુઆત રહેલી છે.


ઈન્ડિયાકોલોની અને નિકોલના કેટલાંક ભાગમાંથી ન્યૂ ઈન્ડિયા કોલોની ભાગ બનાવવામાં આવ્યો છે. જેમાંથી ઘણાં નવા પ્રોજેક્ટ સમયાંતરે ડેવલોપ થઈ રહ્યા છે. પરંતુ કેટલાંક વિસ્તારોમાં હજી પણ રોડ રસ્તાના રિસરફેસની કામગીરી કરવામાં આવી રહી નથી. આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, અહીં વિસ્તાર બન્યાના 15 વર્ષથી વધુ થઈ ગયા છતાં ત્યાંના રોડ રિસરફેસ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી નથી. તેમજ દર વર્ષે બજેટમાં ફૂટપાથ બનાવવા અને રોડની બાજુમાંથી લાઈનની કામગીરી કરવામાં આવી રહી નથી. એટલું જ નહીં લાંબા સમય બાદ અર્બન હેલ્થ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે તેની કામગીરી પણ મંથર ગતિએ ચાલી રહી છે તેમજ પાણીની લાઈનમાં પણ ત્યાં લીકેજ થઈ રહ્યું છે અને તેના માટે પણ કોઈ જ પગલાં ભરવામાં આવી રહી નથી. આ કારણે રોડ પર સામાન્ય જ વરસાદમાં પાણી ફરી વળી રહ્યા છે તેથી તાકીદે કામગીરી કરવામાં આવે તેવી જ સ્થાનિકોની માંગણી રહેલી છે.


  • Follow us on: