વિરમગામ શહેરમાં પાયાના વિકાસ કાર્યોમાં પાલિકા તંત્રની ઉપેક્ષા ભરી કામગીરીથી પ્રજા ત્રસ્ત બની છે. શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી ભુગર્ભ ગટર ઉભરાઇ રહી છે. ઘરવપરાશ પીવા માટેના સ્વચ્છ પાણીમાં અનેક વિસ્તારોમાં ગટરના પાણી મિશ્રિાત આવે છે. શહેરમાં મોટા ભાગે સ્ટ્રીટ લાઈટ ચાલુ બંધ હાલતમાં જોવા મળતી હોય છે. બનાવેલા રસ્તા ટુંકા સમયગાળામાં તુટી જાય છે. રસ્તાઓ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. રસ્તાઓ ઉબડખાબડ બની ગયા છે. મુખ્ય માર્ગો પર ખાડા રાજ વિસ્તરી રહ્યું છે. તેમજ વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે. જેના પગલે મોટા મોટા ખાડામાં વરસાદી પાણી ભરાતા ખાડા દેખાતા નથી. જેથી ઘણા રાહદારી તેમજ વાહન ચાલકો પણ અકસ્માતના શિકાર બને છે. અને વાહનોને નુકશાન પહોંચે છે. શહેરના ટાઉન હોલ પાસે જ રસ્તો તૂટેલો હોવાથી તેમજ ખોદકામથી આ વિસ્તારના સોસાયટીઓના રહીશો ઘણા સમયથી પરેશાન બન્યા છે. ત્યારે શુક્રવારે પાલિકાનું વાહન આ માર્ગે ખુંચી પડયુ હતુ. આવતીકાલ તા. 21મીએ પાલિકા તંત્ર દ્વારા ટાઉનહોલ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેથી તંત્ર દ્વારા અહીંયા હંગામી કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફ્થી વિરમગામના વિકાસ માટે તંત્રને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ સ્થાનિક તંત્રોની વિકાસ કામગીરીના કામોમાં નક્કર આયોજનના અભાવ સાથે દીર્ઘ દૃષ્ટિ, સંગઠન એકતાના અભાવ તેમજ કોન્ટ્રાકટર સાથેની મીલીભગત પણાથી નબળી કામગીરી થતી હોવાની પ્રજાજનોમાં ગણગણાટ છે. સાથે તંત્ર સામે ભારે રોષ વ્યાપી ગયો છે.

Morbi : સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેના વહેલી સવારે આકસ્મિક ધામા, ફાયર સેફ્ટી અને ટોયલેટ જોઇ આપી કડક સૂચના









