હાલમાં નિકોલમાં વિવિધ રોડ રસ્તાના રિપેરિંગની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. જેમાં લગભગ તમામ રોડના રિકાર્પેટિંગથી લઈ નવા રોડ બનાવવામાં આવી રહ્યા છે.


આ વચ્ચે છસ્ઝ્ર દ્વારા નિકોલ ગામની બહારનો મુખ્ય માર્ગ જે અમર જવાન સર્કલ સુધી જાય છે, તેમજ ગામ તળાવની આસપાસનો રોડ ન બનાવવામાં આવતાં સ્થાનિકોની મુશ્કેલી વધી છે. આ અંગે સ્થાનિકોનો આક્ષેપ છે કે, નિકોલ તળાવ પાસે પાણી અને ડ્રેનેજની લાઈનની કામગીરી બાદ રસ્તો બનાવાયો નથી. જ્યારે અમર જવાન સર્કલ ચાર રસ્તાથી નિકોલ ગામ સુધીનો એક બાજુનો રસ્તો છેલ્લા લાંબા સમયથી બંધ સ્થિતિમાં છે. જેના રિપેરિંગની કામગીરી પણ ચાલી રહી છે તેમ છતાં આ રોડ સંપૂર્ણ બનાવવામાં આવી રહ્યો નથી. તેમજ ગુરુકૃપા ચાર રસ્તા તરફના રોડ પર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે. એક તરફ છસ્ઝ્ર દ્વારા નિકોલના લગભગ તમામ રોડ બનાવવા માટેની કામગીરી હાથ ધરાઈ છે ત્યારે આ રોડના પર યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિકોની માગણી છે.


  • Follow us on: