અમદાવાદ જિલ્લામાં તા. 22મી જૂને કુલ 59 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયાના સુચારું વહન માટે રાજ્ય ચૂંટણી આયોગ અને અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
બાવળા તાલુકામાં 4 ગ્રામ પંચાયતોમાં, 3 સરપંચની બેઠક અને 9 વોર્ડના સભ્યો માટે ચૂંટણી લડાશે. દસ્ક્રોઇ તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, 4 સરપંચની બેઠક અને 1 વોર્ડના સભ્ય માટે ચૂંટણી યોજાશે. ધોલેરા તાલુકામાં 9 ગ્રામ પંચાયતોમાં, 8 સરપંચની બેઠક અને 35 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. ધંધુકા તાલુકામાં પાંચ ગ્રામ પંચાયતોમાં, પાંચ સરપંચની બેઠક અને 28 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે. વિરમગામ તાલુકામાં 9 ગ્રામ પંચાયતોમાં, 8 સરપંચની બેઠક અને 21 વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાશે.










