નિકોલમાં ચોમાસા પહેલા રોડ રસ્તા નવા બનાવવા તથા પહોળા કરવા અને તુટી ગયેલાં રોડના નવીનીકરણની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.
પરંતુ ચોમાસું પુરૂં થવા છતાં દિવાળી બાદ એક મહિનો વિતવા છતાં અધુરા મુકી દીધેલા રોડ કે બાકી રહી ગયેલા રોડનું કામ મ્યુનિ.કોર્પો. દ્વારા ચાલુ કરવામાં આવેલ નથી. તેમજ જે રોડ બનાવવામાં આવ્યા હતા તે પણ મોટા ભાગના રોડ સતત વરસાદ થી તુટી ગયેલા છે. આ રોડ પણ ફ્રીથી બનાવવા પડે તેમ હોવા છતાં AMC દ્વારા હજુ રોડની કામગીરી ચાલુ કરેલ ના હોવાથી સ્થાનિક રહીશો તથા વાહનચાલકો બિસ્માર રોડના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખરાબ અને ખાડા વાળા રોડના કારણે લોકો વારંવાર અકસ્માત નો ભોગ બની રહ્યા છે.
હાલમાં એમ.જી રોડ તથા ભક્તિ સર્કલ થી અમરજવાન સર્કલ સુધીનો રોડ વોલ ટુ વોલ પહોળો કરીને નવો બનાવવા તેમજ તેની બંને બાજુની ફુટપાથનું કામ અધૂરું મુકી દીઘેલ છે. જ્યારે ગોપાલ ચોક વિસ્તારની આજુબાજુના તમામ રોડ બનાવવાના બાકી રાખી અધુરા મુકી દેવમાં આવેલ છે. નિકોલ ગામની પાછળ થી કઠવાડા સર્કલ, સરદાર પટેલ રીંગ રોડની દક્ષિણ બાજુનો રોડ તથા ભોજલરામ આશ્રામ થી શુકન બંગલોઝ વાળો રોડ ડીમોલેશન કર્યા બાદ નવો રોડ આજદિન સુધી બનાવેલ નથી. જ્યારે બેટી બચાવ ગાર્ડન સુધીનો રોડ વોલ ટુ વોલ બનાવવાની કામગીરી કરવામાં આવી નથી. તો નિકોલ ખોડિયાર મંદિર થી સરદાર મોલ સુધીનો નિકોલ ગામ રોડ કોઠિયા હોસ્પિટલ થી એપ્રોચ પુલ સુધીનો પૂર્વ બાજુ નો રોડ બનાવવાનો બાકી છે. જ્યારે ગંગોત્રી સર્કલ પાસે વરસાદી પાણીની લાઈન નાંખ્યા બાદ તોડી નાખેલ આર.સી.સી રોડ બનાવેલ નથી.
આ ઉપરાંત મ્યુનિ.હદ માં સમાવિષ્ટ કઠવાડા વિસ્તારના ગેલેક્સી બંગલોઝ ની પાછળના તમામ રોડો નવા બનાવવાની જરૂર હોવા છતાં હજુ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. કઠવાડા વિસ્તારના રોડ જાણે કે કોઇ ગામડા ના રોડ હોય તેવા ખરાબ અને ખાડા વાળા રોડ બની ગયા છે. તેમજ કઠવાડા જી.આઇ.ડી.સીના મોટા ભાગનાં રોડ બિસ્માર હાલતમાં છે. ગુરુકુળ થી ખોડલધામ ગ્રાઉન્ડ સુધીનો કેળવણી ઘામ વાળો રોડ 36 મીટર *આઇકોનિક રોડ* બનાવવાની મંજૂરી મળી ગયેલ હોવા છતાં આ રોડ પહોળો કરવામાં આવતો ના હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માત નો ભોગ બની રહ્યા છે, તો આ રોડ પહોળો કરવાની કામગીરી ચાલુ કરવામાં આવે તેવી પણ માંગણી છે, કારણકે આ રોડ ઉપર ઓઢવ થી નરોડા ફેરટયુન સકૅલ અને 108 તરફ્ નો અસહ્ય ટ્રાફ્કિ રહેતો હોય છે. આમ વિસ્તારમાં તૂટી ગયેલા રોડ રિપેર કરવા અને મોટેભાગના રોડને બજેટની અગઉની ફાળવણીમાંથી પૂર્ણ કરવાની માંગણી રહેલી છે.