મણિનગરમાં કેનાલના કૈલાસવન બગીચા પાસે ગોરના કૂવા માર્ગ પર ખારીકટની પચાસ ફુટની દીવાલ લોખંડની રેલિંગ સાથે નમી ગઈ છે. થોડાં સમય પહેલાં જ કેનાલની દીવાલ તૂટી જવાના કારણે ગાડી કેનાલમાં ખાબકી ગઈ હતી. જ્યારે હાલમાં સોસાયટી અને બગીચાની નજીકમાં આવેલી દીવાલ નમી જવાના કારણે ગમે ત્યારે ધરાશયી થાય તેવું જોખમ રહેલું છે. ચોમાસામાં દીવાલ અને આસપાસ કોઈ ન જાય અને દુર્ઘટનાનો ભોગ ના બને તેના માટે સાવચેતીના બોર્ડ બેનર પણ લગાવવાની તંત્રએ તસ્દી લીધી નથી.

Vadodara: પાદરાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ









