સરસપુર શારદાબેન હોસ્પિટલ પાસે આવેલી વસાહતમાં રહેતા 24 વર્ષના ઉમંગ દંતાણીનું ગત 3જુલાઇએ રાત્રીના સમયે કેટલાંક શખ્સોએ રીક્ષામાં તેનું અપહરણ કરીને તિક્ષણ હથિયાર વડે ઇજાઓ પહોંચાડીને તેની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને વોરાના રોજા પાસે ફેકી દીધો હતો. આ અંગે શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ્ ક્રાઇમબ્રાંચે બાતમીના આધારે સુમિત પટણી, અમિત પટણી અને અન્ય એક સગીરને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપીઓ રોહન પટણી, આકાશ પટણી અને પુનમ પટણીની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે સુમિત પટણીને મૃતકના ભાઇ સૈનિક દંતાણી સાથે જૂની અદાવત ચાલતી હતી. ત્યારે મૃતક સામે આવી જતા તેનું અપહરણ કરીને હત્યા કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા









