ઓઢવ વિસ્તારમાં સામાન્ય અકસ્માત થતા ત્રણ શખ્સોએ યુવકને ચપ્પુના ઘા માર્યા હતા. જેમાં બે મિત્રો નાસ્તો લેવા ગયા હતા ત્યાં એક્ટિવાચાલકે સામાન્ય અકસ્માત કરતા ઝઘડો થયો હતો. આ અંગે યુવકે ત્રણેય શખ્સો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
ઓઢવમાં રહેતા મેહુલભાઇ કોચિયાણી (પટેલ ) રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 14 જૂને રાત્રીના સમયે મિત્ર પ્રકાશ, અરૂણ અને અમન સાથે ઘરે હતા. ત્યારે નાસ્તો લેવા અમર અને અરૂણ સિંગરવા ખાતે ગયા હતા. બાદમાં પરત આવીને આવ્યા હતા. તે સમયે બંનેએ જણાવ્યુ કે અમે નાસ્તો લેવા ગયા ત્યાં એક એક્ટિવાચાલકે બંને સાથે અથડાતા ઝઘડો કર્યો હતો. જે બાદ રાત્રીના સમયે મેહુલ, અમર અને પ્રકાશ ચા પીવા બહાર ગયા હતા. તે સમયે તે એક્ટિવાચાલક ત્યાં હતો. જેથી તેને અમર બોલાવીને તું કેમ દાદાગીરી કરતો હતો. કહીને બિભત્સ ગાળો બોલીને માર મારવા લાગ્યો હતો. જે બાદ એક્ટિવાચાલક તેના બે મિત્રો સાથે મળીને મારામારી કરી હતી. આટલું જ નહિ ચપ્પુ બહાર કાઢીને મેહુલ પર હુમલો કર્યો હતો. બાદમાં ત્રણેય શખ્સો નાસી ગયા હતા. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા ત્રણેયના નામ સાહિલ, શાંતિ અને રિતિક હોવાનું સામે આવ્યુ હતુ. તેમજ ઇજાગ્રસ્ત મેહુલને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ અંગે મેહુલેત્રણેય શખ્સો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.










