દાણીલીમડામાં ચાના રૂપિયા આપવાની ના પાડતા ત્રણ શખ્સોએ વેપારીને છરીના ઘા મારીને ફરાર થઇ ગયા હતા. જેમાં વેપારી અને તેનો મિત્ર ચા પીવા ઉભા હતા તે દરમ્યાન ત્રણ શખ્સોએ આવીને રૂપિયા માંગ્યા હતા.


આ અંગે વેપારીએ ત્રણેય શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. દાણીલીમડામાં રહેતા સઇદ શેખ કપડાનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 15 જૂને તે મિત્ર નવાબ શેખ ઘરેથી કારખાને જવા નીકળ્યા હતા. ત્યારે કોઝી હોટલ પાછળ ચા પીવા ઉભા રહ્યા હતા. આ દરમ્યાન ત્રણ અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા અને ચા પીવાના રૂપિયા માંગ્યા હતા. પરંતુ સઇદે રૂપિયા આપવાની ના પાડતા ત્રણેયે બિભત્સ ગાળો બોલીને છરીના ઘા મારીને ફરાર થઇ ગયા હતા. બાદમાં ઇજાગ્રસ્ત સઇદને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જેમાં એક શખ્સનું નામ તૌફ્કિ હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે સઇદે ત્રણેય શખ્સો સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


  • Follow us on: