શહેરમાં નજીવી બાબતે તિષ્ક્ષ હથિયાર વડે હુમલાની ઘટનાઓ દિવસે દિવસે વધી છે ત્યારે ગોમતીપુરમાં રહેતો મયંક મકવાણા ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત 1 ડિસેમ્બરે રાત્રીના સમયે તેમના મોટાભાઇ જીગ્નેશભાઇ મણિનગરથી તેમના ઘરે આવ્યા હતા. બાદમાં બાઇક લઇને ઘરે જવા નીકળ્યા ત્યારે ચાલીની બહાર ધવલ સોલંકી તેનું એક્ટિવા સામે લઇને આવ્યો હતો. અને જીગ્નેશભાઇને મારી એક્ટિવા આવે છે દેખાતુ નથી કહીને બિભત્સ ગાળો બોલીને જતો રહ્યો હતો. બાદમાં ધવલ તેના મિત્રો રોશન અને રાંકા સાથે મયંકની ચાલીની બહાર આવીને તારો ભાઇ ક્યાં છે કહીને માર મારવા લાગ્યા હતા.


તે સમયે મયંકના મિત્રો વિપુલ મકવાણા અને પીયુષ સોલંકી સહિતના લોકો છોડાવવા આવતા ત્રણેય શખ્સોએ મયંકને ચપ્પુના ઘા મારી લોહિલુહાણ કર્યો હતો. તેમજ છોડાવવા આવેલ વિપુલને પણ ચપ્પુનો ઘા માર્યો હતો. બાદમાં ત્રણેય જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બાદમાં ઇજાગ્રસ્ત મયંક અને વિપુલને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે મયંકે ત્રણેય શખ્સો સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


  • Follow us on: