અમરાઇવાડીમાં 38 વર્ષીય રાજુભાઇ સોયાએ ગત 2 નવેમ્બરે રાત્રીના સમયે અગમ્ય કારણોસર પોતાની પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ ચાપી હતી. જેથી પરિવારજનોએ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યુ હતુ. આ અંગે અમરાઇવાડી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધ્યો છે. બીજા બનાવમાં હાથીજણ સર્કલ પાસે પ્રેમકુમાર ચૌવેએ અગમ્ય કારણોસર ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ અંગે વટવા જીઆઇડીસી પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. ત્રીજા બનાવમાં વાસણામાં રહેતા 35 વર્ષીય ખમરી દેવીપૂજકે બિમારીથી કંટાળીને શાસ્ત્ર્રીબ્રિજ નીચે નદીમાં પડતુ મૂકીને આપઘાત કર્યો હતો. આ અંગે નારોલ પોલીસે તપાસ શરૂ કરી છે.



  • Follow us on: