અમદાવાદ ટ્રાફ્કિ પોલીસ દ્વારા ટ્રાફ્કિ નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને ઈ-મેમો આપવામાં આવે છે ત્યારે થોડા દિવસ અગાઉ પોલીસે એક ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ રૂ. 500નો ઇ-મેમો આપવામાં આવ્યો છે. પોલીસે આપેલો ઇમેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્રાફ્કિ પોલીસ દ્વારા મેમો કોને ઇસ્યૂ કર્યો તે અંગે તપાસ કરતા ટેકનીકલ એરરને લઇને ટુ-વ્હીલરચાલકના બદલે ટ્રેકટરચાલકને મેમો જનરેટ થયો હતો. જે ટ્રેકટરચાલકને મેમો રદ્દ કરાશે. ગત 31 ઓક્ટોબરે 9 વાગ્યે ટ્રેકટરચાલકને ઈ-મેમો ઇશ્યુ કરાયો હતો.


જેમાં વાહનનો પ્રકાર ફાર્મર ટ્રેક્ટર લખ્યું હતું અને નિયમના ભંગમાં હેલ્મેટ ના પહેર્યાનો દાણીલીમડા જંકશન પાસે કે ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનની હદમાં આ મેમો આપવામાં આવ્યો હતો. ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ રૂ. 500 દંડ ફ્ટકારાતા આ મેમો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અંગે પોલીસે જણાવ્યુ કે એક્સેસચાલકને હેલ્મેટનો વગરનો મેમો જનરેટ થયો હતો. પરંતુ ટેકનીકલ એરરના લીધે આવી ભૂલ થઈ છે.


  • Follow us on: