શહેરમાં યુવાનો તેમના જન્મદિવસની ઉજવણી જાહેર રોડ પર ફ્ટાકડા ફોડીને કરતા નજરે ચઢે છે.


આવા જ કેટલાક યુવાનો ઘોડાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે આવેલી ચાની કીટલી પાસે રોડ પર ફ્ટાકડા ફોડીને રાહદારીઓને હેરાન કરી રહ્યા હતા. જેની જાણ ઇસનપુર પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને ઉજવણીના નામે તાયફઓ કરી રહેલા બે યુવાનો સહીત અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને બે નબીરાને ઝડપ્યા છે.

ઘોડાસર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે આવેલી ચાની કીટલી પર મોડી રાત્રે રોડની વચ્ચે બે ટેબલો મૂકીને જન્મ દિવસની ઉજવણી કરીને રોડ પર ફ્ટકડા ફેડવામાં આવી રહ્યા હતા. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમને બનાવ અંગેની જાણ કરાતા તાત્કાલિક ઈસનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઉજવણીના નામે તાયફઓ કરનારને અટકાવ્યા અને રોડની વચ્ચો-વચ્ચ ટેબલો મૂકીને લોકોના જીવને નુકશાન પહોંચે તે પ્રકારે રોડ પર ફ્ટકડા ફોડી રહેલા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરીને ઉજવણીમાં ભાગ લેનારા નિલ અપ્લેશભાઈ સુંદરમ અને રોનક ભીલ ઉર્ફે રાણા સહીત અજાણ્યા શખ્સો સામે ઇસનપુર પોલીસે ગુનોનોંધીને કાર્યવાહી હાથધરી છે.


  • Follow us on: